કેશુભાઈ દેસાઈ ~ પ્રિયે કે તું * Keshubhai Desai  

નહીં શું હું જાણું ? * સોનેટ શિખરિણી

પ્રિયે કે તું પાછી વળી નહીં શકે – તો પણ મને
થતું એવું ઊંડે : નહિ રહી શકે તું મુજ વિના !
મધૂરો ઊગે જે અતીત ઉરમાં એ જ ચગળું
જીવું આભાસી કૈં, વહી ગયું ભલે હોય સઘળું…

સૂના આવાસે જ્યાં કદિક છલકતું ધબકતું
હતું હૈયું કૂણું મધુમય ગુલાબી રસભર્યું ..
વળી હું કલ્પું સ્તો –
ઊઠી વહેલી વહેલી પિયુ સહ પીતી પેય રમણી
પહાડી ઢોળાવે હળુ હળુ કરે વોક હરણી

ઝળૂંબે એ જ્યારે અઢળક ઢળે શું તવ ભણી
તું યે હેલી થૈને ગજબ વરસે શ્રાવણ તણી !
કડાકો સૂણું ત્યાં સપન સરસી તું જ ઊઘડે  
પછી આંખો ધીરે ડળક કરતી કૈંક દદડે… 

~ કેશુભાઈ દેસાઈ

સ્મરણોના મોતી

4 Responses

  1. ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. સરસ સોનેટ.

  3. ભુલથી સોનેટ લખાયું છે, કાઢી નાખવા વિનંતી છે.

  4. જ્યોતિ હિરાણી says:

    બહુ જ સુંદર ભાવવાહી રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: