રન્નાદે શાહ ~ સંબંધોના ચાસ ઉપર * Rannade Shah

લે પૂળો મૂક્યો

સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો

ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે

મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો

બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે,રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો

નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો.

~ રન્નાદે શાહ

એક અર્થપૂર્ણ ગીત

2 Responses

  1. ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. ખૂબ જ સરસ પ્રતિકાત્મક ભાવ ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: