હરીશ દાસાણી ~ ફીફાં ખાંડો

ફીફાં ખાંડો

વાત-વડાંઓ તળી તળીને ફીફાં ખાંડે,
વક્તાઓ સહુ હળીમળીને ફીફાં ખાંડે.

ઢોલનગારાં તિકડમબાજી શૂરાપૂરા
લડવૈયાઓ મળીમળીને ફીફાં ખાંડે.

ઓડીકારે શેઠજી ઊતરે તાજામાજા
ધજા ચઢાવી લળીલળીને ફીફાં ખાંડે.

કઈ સોગઠી કેવી રીતે ક્યારે રમવી
ખેલાડીઓ કળી કળીને ફીફાં ખાંડે.

રામ ને રાવણ ખુશ કરવા છે બંનેને
કથાકાર તો ગળી ગળીને ફીફાં ખાંડે.

~ હરીશ દાસાણી

આજની શિક્ષણ પદ્ધતિમાં અને ટ્યૂશનિયા શિક્ષકવર્ગને જોતાં આ ‘ફીફાં ખાંડે’ વિદ્યાર્થીઓના લમણે લખાયેલું ભળાય.

5 Responses

  1. Minal Oza says:

    ફીફા ખાંડે એનું આવર્તન વાતને સુપેરે અભિવ્યક્ત કરે છે. નમસ્કાર હરીશભાઈ!

  2. વાહ વાહ તળપદી શબ્દ પ્રયોગ થી કાવ્ય ખુબ નિખરે છે ખુબ ખુબ અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    “ફીફાં ખાંડે.” નો અર્થ બરાબર સમજાયો નહીં

  4. જેનુ કાઈ આઉટ પુટ ન મળે તેવી ખોટી મહેનત એટલે ફીફા ખાંડવા મારા મતે ગામઠી રુઢીપ્રયોગ

Leave a Reply to Minal Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: