હરીશ દાસાણી ~ ફીફાં ખાંડો

ફીફાં ખાંડો

વાત-વડાંઓ તળી તળીને ફીફાં ખાંડે,
વક્તાઓ સહુ હળીમળીને ફીફાં ખાંડે.

ઢોલનગારાં તિકડમબાજી શૂરાપૂરા
લડવૈયાઓ મળીમળીને ફીફાં ખાંડે.

ઓડીકારે શેઠજી ઊતરે તાજામાજા
ધજા ચઢાવી લળીલળીને ફીફાં ખાંડે.

કઈ સોગઠી કેવી રીતે ક્યારે રમવી
ખેલાડીઓ કળી કળીને ફીફાં ખાંડે.

રામ ને રાવણ ખુશ કરવા છે બંનેને
કથાકાર તો ગળી ગળીને ફીફાં ખાંડે.

~ હરીશ દાસાણી

આજની શિક્ષણ પદ્ધતિમાં અને ટ્યૂશનિયા શિક્ષકવર્ગને જોતાં આ ‘ફીફાં ખાંડે’ વિદ્યાર્થીઓના લમણે લખાયેલું ભળાય.

5 thoughts on “હરીશ દાસાણી ~ ફીફાં ખાંડો”

  1. ફીફા ખાંડે એનું આવર્તન વાતને સુપેરે અભિવ્યક્ત કરે છે. નમસ્કાર હરીશભાઈ!

  2. 'સાજ' મેવાડા

    “ફીફાં ખાંડે.” નો અર્થ બરાબર સમજાયો નહીં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *