ધૂની માંડલિયા ~ શબ્દ જ્યારે

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ
  નમણો થાય છે.

~ ધૂની માંડલિયા (12.11.24)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *