એહમદહુસેન ‘એહમદ’ ~ થોડાક શેર * Ehamadhusen

‘મૌનની બારાખડી’માંથી થોડાક શેર 

થાકી ગયો સમજાવતાં અઢી અક્ષર તને
મારી તમામ થઈ ગઈ મથામણ રફેદફે****

નીકળવાનું કહું છું તો ઘસીને ના કહી દે છે

હવે તો ઘર કરી ગઈ છે તમારી યાદ મારામાં****

એટલે મળવું મને મંજૂર છે
માણસાઈ આપમાં ભરપૂર છે****

દર્દ એનું પૂછ એવા બાળને
બાપાની જેણે ગુમાવી આંગળી****

એમનાં દર્શન પછી મનમાં થયું
લાવ આજે માળા જાપી જોઈએ****

ત્રિરંગો અમારો ફરકતો નિહાળી
જમાનો થયો દંગ હદથી વધારે****

એક નદીની જેમ હું નીકળી પડ્યો
તે પછી જોયું નથી પાછળ વળી****

કલ્પનાની પાર જઈને ચોતરફ બ્રહ્માંડની
એક પળમાં સરહદો માપી શકો, એ છે ગઝલ****

~ એહમદહુસેન ‘એહમદ’

ડો. રશીદ મીરના અંગત મિત્ર અને શિષ્ય એવા આ સર્જક એહમદહુસેન ‘એહમદ’ એક સબળ કલમના સ્વામી છે અને ખમતીધર ગઝલકાર છે. લાગણીસભર શેરો સર્જકની કલમનું જમાપાસું છે તો ભાષાપ્રેમ, રાજ્યપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની વાતો પણ તેઓ કરી જાણે છે. કવિનો પોતાનો અલગ અંદાજ છે સંવેદનાને રજૂ કરવાનો. ~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’

‘કાવ્યવિશ્વ’માં કવિનું સ્વાગત છે

ગઝલસંગ્રહ ‘મૌનની બારાખડી’ * એહમદહુસેન ‘એહમદ’ * સાયુજ્ય 2023

4 Responses

  1. Minal Oza says:

    દરેક શેર મજાનાં બન્યા છે. અભિનંદન.

  2. બધાજ શેર ખુબ ગમ્યા સ્વાગત

  3. kishor Barot says:

    બહુ સુંદર શેર. 👌

  4. એહમદ હુસેન says:

    “કાવ્યવિશ્વ”માં મારા શેરોને સ્થાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: