ગણપત પટેલ ‘સૌમ્ય’ ~ મારી માટી, મારો દેશ * સ્વર ~ નમ્રતા શોધન

મારી માટી, મારો દેશ

દિલમાં ધબકે સાંજ-સવારે ‘મારી માટી મારો દેશ’
નાનાં-મોટાં સૌ સ્વીકારે ‘મારી માટી મારો દેશ’

ગુંજી ઊઠશે આજ અનોખી શરણાઈ ને સૌ લોકો
નર્તન કરશે ઢોલ- નગારે ‘મારી માટી મારો દેશ’

રગરગમાં વ્યાપેલા સત્ય, અહિંસાના એ સંસ્કારો
મારા ભારતને શણગારે ‘મારી માટી મારો દેશ’

એની નદીઓ, પર્વત, ઝરણાં, ખેતર, વૃક્ષો, વનરાજી
ભારતની એ શાન વધારે ‘મારી માટી મારો દેશ’

વિઘ્ન ઘણાં આવ્યાં છે એને નતમસ્તક કરવા કાજે
તોય અડીખમ હર પડકારે ‘મારી માટી મારો દેશ’

કાયમ રહેશે દેશ અમારો સમૃદ્ધિની ટોચ ઉપર
વાત ઊઠે છે હર ધબકારે ‘મારી માટી મારો દેશ’

વાત અનોખી છે ભારતની ને એના સંસ્કારોની
દુનિયાના સૌ લોક સ્વીકારે ‘મારી માટી મારો દેશ’

વીર શહીદો માટે ઈજ્જત, માન તિરંગાને માટે
જોવા મળશે દ્વારે દ્વારે ‘મારી માટી મારો દેશ’

ભારત! તારાં માન-પ્રતિષ્ઠા “સૌમ્ય” સ્વરોમાં ગૌરવથી
હર ભારતવાસી લલકારે ‘મારી માટી મારો દેશ’

~ ગણપત પટેલ ‘સૌમ્ય’

ભારત સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઘોષણા થઈ છે ત્યારે નમ્રતાબહેન શોધન અને વૃંદ દ્વારા એક ઉત્સાહપ્રેરક ગાન થયું છે, યાદ આવે છે, શાળાના દિવસોનું શૌર્યગાન…… કાવ્યવિશ્વના ભાવકો માટે પ્રસ્તુત છે.

2 Responses

  1. વાહ ખુબ સાંપ્રત રચના સ્વરાંકન પણ સરસ

  2. વહીદા ડ્રાઈવર says:

    મસ્ત સ્વરાંકન વાહ ભાઈ વાહ,
    સુંદર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: