યોગેશ જોષી ~ કે કિનારે કોણ બેસે * Yogesh Joshi

કે કિનારે કોણ બેસે, ડૂબકી મારી હતી
પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી

આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી

તાળવામાં ઝળહળે છે સૂર્ય શીતળ કેટલા
જીભ મારી કૈં યુગોથી તેજની તરસી હતી

આભ આખું આમ ઉકેલી દીધું અંધારનું
વીજના ઝબકારની એ તેજક્ષણ અટકી હતી

અગ્નિ સાતે એકદમ ભપકી ઊઠ્યા’તા છાતીમાં
જળ તણી આ જાળમાં મેં કૈં લહર પકડી હતી

કોક પંખી થઈ અચાનક હું ઊડ્યો ઊંચે કશે
રોમરોમે એકસાથે પાંખ કૈં ફફડી હતી

~ યોગેશ જોષી

યોગેશ જોષી આમ અછાંદસના માહેર કવિ છે પરંતુ આ ગઝલનાયે અમુક શેર કમાલના લાગે છે ને !

2 Responses

  1. સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    ગઝલમાં અછાંદસની અસર દેખાઈ મનેતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: