યોગેશ જોષી ~ સૂરજ * Yogesh Joshi

તડકાનો ટુકડો

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

~ યોગેશ જોષી

1 Response

  1. તડકો ઓઢી ને સુવા ની વાત ખુબ ગમી અભિનંદન કાવ્યવિશ્ર્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: