શૂન્ય પાલનપુરી ~ * છું સદા ચકચૂર * Shoonya Palanpuri
અવતારી નથી
છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.
બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.
તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.
થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!
એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.
પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.
જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.
~ ‘શૂન્ય’ પાલનપુરી
સરસ મજાની રચના ખુબ ગમી
કવિની ખદ્દારી અને આત્મ વિશ્વાસ મક્તાના શૅરમાંવદખાય છે.