શૂન્ય પાલનપુરી ~ ગુલોમાં પહેલા * Shoonya Palanpuri
ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથી
નવી બહાર ચમનમાં કોઈને રાસ નથી
અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કર
સિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી
હવે તો ધોળે દહાડે છે એવું અંધારું
હજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી
કૃપાઓ એટલી વરસી છે મૃગજળો રૂપે
અમારે થાકીને કહેવું પડે છે, પ્યાસ નથી.
વિવેચકોને કહો જાળવે અદબ એની
કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે, કોઈ દાસ નથી
~ શૂન્ય પાલનપુરી
હવે તો કોઈ ઉજાસ નથી….. ખરીવાત છે કાવ્ય મા ખુબ સરસ મજાની રચના