કેતન ભટ્ટ ~ થોડીક પંક્તિઓ Ketan Bhatt

તું મોકલને છીપલાં, મહીંથી મોતી વીણી લઈશું
દિવસના કરી દે ઢગલા, ગમતા શોધી લઈશું.***

ડગલે પગલે ચાલે સઘળું, પડછાયાની વાટે
મીંઢળથી ખાંપણ સુધીની યાદો ચાલી સાથે
અહીંથી એના પડઘા ક્યાંક હેડકી રૂપે પહોંચે
આજ સ્મરણોનાં ટોળાં આખી એકલતાને તોડે.***

તમે અંતિમ ક્ષણે આવીને ગંગાજળ ધરી દીધું
અમે તો જિંદગી આખી હળાહળને પચાવ્યાં છે.***

અંજળ ખૂટયા શબ્દો ખૂટયા, વધી પડ્યા તે વર્ષ હતા
આભે ઊડતાં પંખી જાણે ધરતી પર પટકાયા.***

જગતભરની એ માળા ફેરવીને ખૂબ થાક્યો છે
ચરણ એના હવે પાછા વળીને ઘેર આવે છે.***

~ કેતન ભટ્ટ

કવિ કેતન ભટ્ટનો આ પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો વધારે છે.

પત્ની રાજુલનો કોરોનામાં અકાળે સાથ છૂટ્યો અને ત્રીજી જૂન 2023 એટલે કે રાજુલબેનની બીજી પૂણ્યતિથિએ યોજાયેલા સ્મરણાંજલિ કાર્યક્રમમાં કેતનભાઈના આ પુસ્તકનું વિમોચન થયું. સાથે સરસ મજાનું કવયિત્રી સમ્મેલન પણ. પરિવારપ્રેમ કેવો હોય એનું તાદૃશ ઉદાહરણ જોવા મળ્યું. રાજુલબહેનના આત્માને જરૂર શાંતિ મળી હશે.

‘કેતુ કૃતિ’ @ કવિ કેતન ભટ્ટ @ જૂન 2023

13 Responses

  1. કેતન ભટ્ટ says:

    આભાર લતાબેન..આપની ઉપસ્થિતીને કારણે અમને વધુ આનંદ થયો..

  2. Kirtichandra Shah says:

    કેતન ભટ્ટ ની કૃતિ ઘણી વખાણવા લાયક છે ધન્યવાદ

  3. ખુબ સરસ રચના અને આપે આપેલી વિગત જાણવા મળી રાજુલબેન ની ચેતના ને પ્રણામ

  4. Minal Oza says:

    અંતરની અંજલિ સમાન રચના હૈયું હલાવી નાખે છે.

  5. Bharat Bhatt says:

    આજે કેતનભાઇ ની લગ્નતિથિ એ સમયોચિત

  6. 'સાજ' મેવાડા says:

    સંજોગો માનવીને તોડી નાખશે, પણ યાદની વેદના જીરવી જવી અને કવિતા દ્વારા અભિવ્યક્તિ કરવી શાતા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: