🌹દિનવિશેષ 13 જૂન🌹
*ટેબલ પર બળતી મીણબત્તીએ પ્રગટાવેલા દીવા સાથે વાત કરી, પણ વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!! ~ મીનાક્ષી કૈલાશ પંડિત
*સાદ એ પડઘાય છે તેનાથી આગળ છે કશું? મન પછી સચવાય છે તેનાથી આગળ છે કશું? ~ ડો. અર્ચના પટેલ
*નવી તાજી હવાની મહેક સાંગોપાંગ મળશે તો ! સુગંધી આવરણનો કેફ સાંગોપાંગ મળશે તો ! ~ સંજય પંડ્યા
*અતિ ગરમીથી તપીને પણ ગુલમહોર, સૂર્યને ભેટ ધરતો ફૂલોની સોનામહોર ~ વિનોદ ભટ્ટ
*તારી પ્રતિક્ષા ક્યાં સુધી? રોજ આ અગ્નિપરીક્ષા ક્યાં સુધી? ~ ત્રિલોક મહેતા
*May she be granted beauty and yet not ; Beauty to make a stranger’s eye distraught ~ Willim Butler Yeats
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
ખુબ તાજગી સભર કોટ્સ ખુબ ગમ્યા
ટૂંકા અવતરણો ..પણ કેટલાં સૂચક!
આજના કવિ મિત્રોને શુભેચ્છાઓ.