ઉશનસ્ ~ અષાઢ Ushnas

અષાઢ ~ ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીનો શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી.

~ ઉશનસ્

3 Responses

  1. શ્વેતા તલાટી says:

    વઆહહહ…

  2. વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    લોકઢાળમાં રચાયેલું આ ગીત ઉઘડતી પ્રકૃતિ, સવાર અને ઉઘડતા જિવનને જોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: