
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારે ય આંખ માંડતા શતશત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
~ ઉજમશી પરમાર
કવિના જન્મદિને સ્મૃતિવંદના

સરસ ભાવમય ગીત
તળપદા ભાષાની ફોરમ અને સહજ આવતાં પ્રાસ ગીતને સરસ ગતિ આપે છે. અભિનંદન
ભક્તિ સાહિત્યમાં સમાય એવું માર્મિક ગીત