ઉજમશી પરમાર ~ અમલ ચડે

અમલ ચડે જો અસલ
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.

મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.
રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.

અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.
આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.

~ ઉજમશી પરમાર

3 thoughts on “ઉજમશી પરમાર ~ અમલ ચડે”

  1. સહજ રીતે ઊતરી આવેલી રચના. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *