ઊજમશી પરમાર ~ વળી દાખડો Ujamashi Paramar

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!

ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.

અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.

~ ઊજમશી પરમાર

2 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિને કંઈ અધકચરું,છીછરું ન જ ખપે. સરસ અભિવ્યકિત.

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: