Tagged: Raghuvir Chaudhri
તું વરસે છે ત્યારેએક કે બે પંખીદૂર કે નજીકથી ગાય છે.કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે. વાદળ સ્થિર થાય છે ત્યાંવૃક્ષો ચાલીનેતો ક્યારેક ઊડીનેએમની પાસે જાય છે.આ બાજુબાળકો અને શેરીએક સાથે નહાય છે. તું વરસે છે ત્યારેસૂની બારી પર ટકોરા થાય...
કવિ રઘુવીર ચૌધરી : મારી કવિતા
આ એક નદી દર્પણમાં મારા ચહેરાની પાછળ હજીય વહેતી આ એક નદી નામે સાબરમતી. અમથી અમથી ખમચાતી મારી નીંદર પરથી પસાર થતી. સવારે ધુમ્મસમાં ભળીને લગભગ પુલ નીચે એ અટવાઈ જતી. અને ચારેકોર જાગતા અવાજમાં ખોવાઈ જતી એની જાણીતી ગતિ....
વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાં ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચક કર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવી રમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતી સજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત, ધરા શ્વસે...
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ | મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારી...
પગલી પારિજાતની ઢગલી !ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી ! કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.પગલી પારિજાતની ઢગલી ! પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનોયમુનાને શો ઉમંગ એણે સાદ...
પ્રતિભાવો