Tagged: Gani Dahiwala

ગની દહીંવાલા ~ આત્મબળ જીવનસફરમાં * Gani Dahiwala

 આત્મબળ ~ ગની દહીંવાલા આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે. લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે. જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,જેનું પુસ્તક જોઉં છું....

ગની દહીંવાલા ~ આ પ્રકૃતિ * Gani Dahiwala

મેલાં વસ્ત્રો ~ ગની દહીંવાલા આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે. જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે. જીવતાં જીવતાં...

ગની દહીંવાલા ~ રંગીન પરપોટા થયા * Gani Dahiwala

રંગીન પરપોટા થયા ~ ગની દહીંવાલા અટકી અટકી શ્વાસના કટકા થયા,હેડકીના ઓરતા પૂરા  થયા. ભ્રમ કશા રવનો થયો સૂનકારને,સ્થિત સમયના કાન પણ સરવા થયા. ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં. ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,પોપચાં એકાંતના ઊંચા...

ગની દહીંવાલા ~ એક સ્વર્ગ * Gani Dahiwala

પાંખડીમાં ~ ગની દહીંવાલા એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલ્ફતની જિંદગીમાં,દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં. માનવ છું, માનવીનું દુઃખ મારું દુઃખ ગણું છું,છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પાંખડીમાં. ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે,મોઢું જુએ ચકોરી ચંદાની...

ગની દહીંવાલા ~ એની હૈયે પણ * Gani Dahiwala

વાંસળી વાગી હશે ~ ‘ગની’ દહીંવાલા એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે ! ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ? એ રીતે ઝબકીને દિલની ઝંખના...

ગની દહીંવાલા ~ એક નામ * Gani Dahiwala

એટલે નિરાંત ~ ગની દહીંવાલા એક નામ અલ્લા કહી, એક નામ મારું યઆજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત. એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતાંઅમથી લંબાઈ ગઈ વારતા !ગેબી કો’ ગાયકના...

ગની દહીંવાલા ~ ઉતારી મેલે * Gani Dahiwala

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી. લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી. તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી. ખુદા...

ગની દહીંવાલા ~ અમે તો છીએ * Gani Dahiwala

હેઠે ઉતારો ~ ગની દહીંવાલા અમે તો છીએ રાંક ધરતીના જાયા,કયામતના ધાકે અમોને ન ડારો;અભિમાન જેનું નથી ઓગળ્યું એ,ગુમાની ગગનને જ હેઠે ઉતારો! જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,અમે આંખથી એક બિંદુ વહાવી;ઠરેલાં હૃદય એને પાણી સમજશે,બળેલાં હૃદય એને...

ગની દહીંવાલા ~ આયખા-તાપણું * Gani Dahiwala

તને ઓછું ન પડે ~ ગની દહીંવાલા આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે. કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,ઊમટે ઉદગારનો દરિયો, અને ટીપું ન પડે ?! ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,દિલની...

ગની દહીંવાલા ~ ક્યારેક પગ મહીંથી * Gani Dahiwala

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય. હાલત અમારી જોઈને બીજાય વ્યાકુળ થાય.પર્વત ઢળી પડે અને સાગર ઊભાય થાય. અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,ઠલવાય લાગણી, તો નીપજ વેદનાય થાય. ખીલ્યું હો...

ગની દહીંવાલા ~ ગાવું જીવનગીત * Gani Dahiwala

જીવનગીત ~ ગની દહીંવાલા ગાવું જીવન-ગીત, મારે ગાવું જીવન-ગીત,તુજ વિણ ગાઈ શકું શી રીત?મારે ગાવું જીવન-ગીત. આવ મધુરા બોલ બનીને,પંખીનો કલ્લોલ બનીને,લય મેળવજે કોકિલ દ્વારા,તાલ સ્વયં છે ઝાંઝર તારાં;લાવ અધર પર સ્મિત !મારે ગાવું જીવન-ગીત, હોય ન ગાણું સાજ વિનાનું,દર્દ...

ગની દહીંવાલા ~ જવાબ દે ને * Gani Dahiwala

ઓ મારા દિલની આરઝૂ ~ ગની દહીંવાલા જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ !સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ ! હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો,નજરમાં તવ તલાશને જ જોઈ જા, મને...

ગની દહીંવાલા ~ જે શોધમાં * Gani Dahiwala

શા માટે ? ~ ગની દહીંવાલા જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ? શેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો...

ગની દહીંવાલા ~ જિંદગી પર * Gani Dahiwala

બહુ સારું થયું ~ ગની દહીંવાલા જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું,ચિત્ર અંધારે ન દેખાયું, બહું સારું થયું. હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,‘દિલ’ કહી...