મનહરલાલ ચોક્સી ~ ગુફ્તગૂમાં રાત * Manharlal Choksi

ગુફ્તગૂમાં રાત ~ મનહરલાલ ચોક્સી ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;ને શમાઓ સ્પર્શની બળતી રહી. સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,રાતરાણી ગીત સાંભળતી રહી. વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,પાનખરની પાંખ સળવળતી રહી. ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,જીભ એ મૃગજળની સળવળતી રહી. હાથમાં અવસર તણું દર્પણ હતું,ને નજર વેરાનમાં...