લતા હિરાણી ~ પંખીઓ * Lata Hirani
પંખીઓ ઊડી રહ્યાં છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીનાં એ પાશમાં.
શ્વાન જાણે સિંહ છે, રસ્તાના એ રાજા થયા
મસ્તીથી ભસતા હવે, ના વાહનો વસ્તી રહ્યાં.
ફુલને રહેવા મળ્યું છે ડાળ સંગે જ્યારથી
ઝાડ- છોડે કેટલાંયે ગીત ગાયાં પ્યારથી.
કાર ને વાહન બધાયે આંગણે અટકી ગયાં
ને હવાએ શ્વાસ લીધાં સાફ, વરસે કેટલા !
હાશ લઈ પ્રકૃતિનાં તત્ત્વો બધા કે’ છે હવે
સુધરો માનવ, બહુ ચગ્યા છો, ચેતો ઝટ હવે.
~ લતા હિરાણી
OP 15.12.2020
લતાબેન,🙏🌹🌹🌹મોજમાં રેવું ભઈ 💐સરળ અને મસ્ત અને સાચું… એટલું જ કરીએ તોયે સાચું
આભાર રેખાબેન
ખૂબ જ સરસ કાવ્ય રચના.
બેન સરસ…..
આભાર વહીદાજી
પ્રકૃતિ સાથે નો નાતો તૂટી રહ્યો છે,જેના માઠા પરિણામો ની
સરળ અને સહજ વાત કવિતાને ઉજાગર કરે છે. અભિનંદન સહ રાજીપો.- જશવંત મહેતા
આભાર જશવંતભાઈ