હસિત બૂચ ~ અમે બસ ગાયા કરિયેં!

એક નિરંતર લગન
અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન
અમે બસ ગાયા કરિયેં!

કોઈ ચાંગળું લિયે
કુંભ ભરે, જો રાજી
કોઈ કરે છો મુખ આડું
કે ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન
અમે રસ પાયા કરિયેં!

સફર મહીં હો ઉજ્જડ વગડો
કે નગરો ઝળહળતાં
યાર ઉછાળે ખારો દરિયો
કે ઝરણાં ખળખળતાં
હવે મુઠ્ઠીમાં ગગન
અમે બસ ગાયા કરિયેં!

~ હસિત બૂચ (26.4.1921-14.4.1989)  

‘મન મગન હુઆ’ મીરાં યાદ આવી જાય આ કાવ્ય વાંચતાં
જૂનાગઢના કવિ અને વિવેચક
‘રૂપનાં અમી’, ‘સાન્નિધ્ય’ કાવ્યસંગ્રહો
કવિના જન્મદિને સ્મૃતિવંદના  

4 Responses

  1. વહીદા ડ્રાઈવર says:

    મસ્ત રચના

  2. ખુબ સરસ મજાની રચના કવિ શ્રી ના જન્મદિવસે સ્મૃતિ વંદના

  3. સમૃતિ વંદન, એમના મને પત્ર દ્વારા આશિર્વાદ મળ્યા છે.

  4. કવિના સ્મૃતિ વંદન

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: