હસિત બૂચ ~ અમે બસ ગાયા કરિયેં!

એક નિરંતર લગન
અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન
અમે બસ ગાયા કરિયેં!

કોઈ ચાંગળું લિયે
કુંભ ભરે, જો રાજી
કોઈ કરે છો મુખ આડું
કે ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન
અમે રસ પાયા કરિયેં!

સફર મહીં હો ઉજ્જડ વગડો
કે નગરો ઝળહળતાં
યાર ઉછાળે ખારો દરિયો
કે ઝરણાં ખળખળતાં
હવે મુઠ્ઠીમાં ગગન
અમે બસ ગાયા કરિયેં!

~ હસિત બૂચ (26.4.1921-14.4.1989)  

‘મન મગન હુઆ’ મીરાં યાદ આવી જાય આ કાવ્ય વાંચતાં
જૂનાગઢના કવિ અને વિવેચક
‘રૂપનાં અમી’, ‘સાન્નિધ્ય’ કાવ્યસંગ્રહો
કવિના જન્મદિને સ્મૃતિવંદના  

4 thoughts on “હસિત બૂચ ~ અમે બસ ગાયા કરિયેં!”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *