પુષ્પા વ્યાસ ~ માંહ્યલાની મે’ર છે * Pushpa Vyas

ઓછી મૂડી ને ઝાઝેરી લે’ર છે
સાચું પૂછો તો માંહ્યલાની મે’ર છે

શીદને ઉતારું આ મધદરિયે વા’ણ હું ?
બંદર ચોરાસીનો વાવટો તો ઘેર છે

સંબંધ તો રાખ્યા રે’છે મારા ભાઈ
જેટલા લખ્યા એની પહોંચુના ઢેર છે

મણકા તો નામના મલકના મુસાફર
હાથમાં રહ્યો એ તો માળાનો મેર છે

મૂક્યો મેં તો એક દીવો ટોડલિયે
આવી જુએ હવે, હું છું અંધેર છે.

~ પુષ્પા વ્યાસ

કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પુષ્પા વ્યાસ. ઓછું લખ્યું છે પણ માતબર લખ્યું છે.

5 Responses

 1. મોર ના ઈંડા ચિતરવા ન પડે ખુબ સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન

 2. ઉમેશ જોષી says:

  પુષ્પાબેનની ગઝલ સરસ છે.

  અભિનંદન.

 3. Meenakshi says:

  ઓછી મૂડી ને ઝાઝેરી લે’ર
  વાહ

 4. આવી જુએ હવે હું છું અંધેર છે. વાહ વાહ! એક દીવાના જોર પર અંધારને પડકાર! ખૂબ જોમભરી રચના.

 5. સાંજ મેવાડા says:

  વાહ, ખૂબ જ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: