મનહર મોદી ~ ઝળહળ ઝળહળ

ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે

આ ઘર ઓ ઘર ને એ ઘર
ના મારું કે ના તારું છે

વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે

દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે

કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે

આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે!

પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે

~ મનહર મોદી

4 thoughts on “મનહર મોદી ~ ઝળહળ ઝળહળ”

  1. મનહર મોદીની કોઈપણ ગઝલ લો, ખૂબ અલગ જ હોવાની. મને તો ગમે છે મનહર મોદીની બધી
    જ ગઝલ.💐💐💐🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *