ચિનુ મોદી ~ આકાશ દયાળુ છે * Chinu Modi

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

~ ચિનુ મોદી

ગુજરાતીના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા ચિનુ મોદીનું આ અછાંદસ પણ એટલું જ સ્પર્શી જાય એવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: