અડીયલ ~ પ્રતિષ્ઠા પંડ્યા અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya
અડીયલ ~ પ્રતિષ્ઠા પંડ્યા
વરસ વહ્યાં
મહિના વહ્યા
વહ્યા દિવસો ય આકરા
તને ગમતી ટેલીવીઝન સિરિયલના
છેલ્લા હપ્તાય પૂરાં થયાં
લીમડાના ઝાડ પરના માળાના
ચકલીના બચ્ચાં ઊડી ઊડી
પોતાના માળામાં ગયાં
બારી બહારના ગરમાળા
ત્રણ વાર
લીલામાંથી પીળા
ને પીળામાંથી લીલા થયા
ઘરમાં પહેરવા કાઢેલી
તારી સાડી ઘસાઈ એમાંથી
પહેલાં ધોબીના કપડાં બાંધવાના ટુકડાં
પછી રસોડામાં હાથ લૂછવાના મસોતાં
ને છેવટે ચિરાઈને બગીચાની મધુમાલતીને
બાંધવાના ચિંદરડા થયાં
પણ સમય તો યે ના વહ્યો તસુભર
જરાય વધ્યો નહિ આગળ
પગ ખૂપીને ત્યાં ના ત્યાં રહ્યો
પોળનાં જૂનાં ઘરનાં
ઊભા રસોડાનાં પ્લેટફોર્મ પર બેસી
તારી સાથે પીધી ચા માં
મેં એને ચાખ્યો
ડુબાડતાં, તૂટી તળિયે બેસી ગયેલા
ચાનો સ્વાદ બગાડી મૂકતાં
ગ્લુકો બિસ્કિટની જેવો.
સવારમાં ઘરનું કામ રેઢું મૂકી
પપ્પાની જીદને વશ થઈ જ્યારે
એમનું માથું ખોળામાં લઇ
ઘડી છણકી, ઘડી હસી
તું બેઠેલી
ત્યારે મેં જોયેલો એને
તારી કરચલીયા ચહેરાના
અજવાળામાં ન્હાતો
એ પડ્યો પાથર્યો રહ્યો
એ બધીય જગ્યાઓમાં
તમામ ક્ષણોમાં
જે હવે એની પોતાની નહોતી
એ ખટકતો રહ્યો
એના ફૂલી ગયેલા હાથમાં
ખોસેલી નળીની અંદર ફસાયેલા
હવાનો પરપોટો થઈને
ક્યારેક એની માંસપેશીઓથી છૂટી પડેલી
ચામડીને હું સાવ આમળી નાખું ત્યારે
ખુલતી એ આંખોની મૌન ગલીઓમાં
એ ભટકતો રહ્યો દિશા વિહીન
ક્યારક એના ધીમા પડતા ધબકાર વચ્ચેના
વધતા જતા શૂન્યાવકાશમાં
વિસ્તરતો ગયો
કોણ કહે છે
જુઓને સમય કેવો વહી ગયો?
ઘરના ખૂણે ખૂણે અથડાતો
કોઈ રઝળતી યાદે પછાડતો
કોઈ જાણીતા સ્પર્શે ઉઝરડાતો
કોઈ અજાણી લાગણીએ ખરડાતો
ઘવાતો, લોહી દૂઝતો
ને છતાં ય એની એજ જગ્યાઓએ
અટકેલો રહ્યો
આ અડિયલ સમય
માના મર્યા પછી.
Obstinate – Pratishtha Pandya
Years passed
Months passed
Even rough days passed
The last episodes of
your favourite television soap
got over.
The fledglings from the nest
atop the Neem tree
flew away
made nests of their own, I guess
The laburnum outside the window
from green to yellow to green
three times
Your saree that I started wearing at home
got worn out
and was turned into
big square pieces for the dhobi
to tie ironing clothes in
and then into small square pieces
of dishcloths for the kitchen
and finally ripped into thin strips
used to tie the Madhumalati
in the garden with.
and yet time did not pass
It refused to move on
It stood with its feet firmly planted.
Sometimes in the old house
with its standing kitchen
where you and I drank tea together
I tasted it on my tongue
like a broken, soggy glucose biscuit
that ruins the taste of the tea.
Sometimes leaving the chores aside
when you succumbed
to Papa’s demands
taking his head in your lap
with a grumble first
with a laugh next
I saw it basking in the sunshine
of your wrinkled face.
It stayed on
in places and moments
that no longer belonged to him.
sometimes like an air bubble
stuck inside the IV line
on her puffed hands
or inside the deserted lanes
of her eyes that she opened
only when I ruthlessly twisted her skin
almost separated from her muscles
Sometimes like the silence
That grew wider
between her
sinking heartbeats
Who says time just flies!
It falls and crashes in every corner of the house
gets scraped by a familiar touch
gets bruised by an unknown feeling
Wounded and bleeding
it sits in the same old place
this obstinate time
that refuses to budge
since Ma died.
(Translated by the poet)
વાહ અદભૂત અભિનંદન