બકુલ રાવલ ‘શાયર’

કોઈ પાડતું કેડી ~ બકુલ રાવલ ‘શાયર’

કોઈ પાડતું કેડી તે પર કોઈ ચરણ દઈ ચાલે

પૂર્વ દિશાનું પરોઢ પણ જઈ પશ્ચિમને અજવાળે…

તુલસીના કુંડામાં વાવો, બાવળનું જો ઠૂંઠું

સાત સરોવર સીંચો તોયે ઠૂંઠું તે તો ઠૂંઠું

ઋતુ ઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે….

દરિયો જળનું દાન દઈને બાંધે વાદળ આભે

વાદળ મીઠાં જળ વરસાવે ધરતી એથી લાભે

અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે ….

~ બકુલ રાવલ ‘શાયર’ (6.3.1930)

કવિના જન્મદિને સ્મૃતિવંદના

કવિના કાવ્યસંગ્રહો ‘મુદ્રા’, ‘સંબંધનું ઘર’, ‘મૌનના પડઘા’

1 Response

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ ગીત.અગમનિગમનો આ ખેલ જેના તાલે નાચેતે તાલમાં જો જોડાઇ જવાય તો બીજું કંઇ ન જઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: