ઝેબુન્નિસ્સાના કાવ્યનો અનુવાદ ~ મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

આજ આ નયનો નથી રડવાને આતુર,

જીભ પણ ગાતી નથી ગાણાં દરદનાં,

લો, હવે મારા હૃદયસ૨થી સીંચાયું રક્તનું પ્રત્યેક બિંદુ,

પાંપણે બાંધે છે તો૨ણ મોતીનું!

આ દુઃખોનો ક્યાંય આરો, ક્યાંય ઓવારો નથી,

યાતનાઓથી ભરી દેશે એ તારી રાત્રિઓને!

પણ તુંયે હારી ગઈ મખ્ફી અગર,

તો પછી અમરત્વ કેરો દેવતા-

ખિજ્ર પણ નહિ પામશે આનંદ વાસંતી કદી આવો, ખરેખર!

ના, હરેરી જઈશ નહિ, મખ્ફી! જરી તું ખમ ધીરી!

~ ઝેબુન્નિસ્સા   અનુવાદ ~ મીનાક્ષી ચંદારાણા

દીવાન–એ–ઝેબુન્નિસ્સા

દીવાન એટલે કાવ્યસંગ્રહ. 400 વર્ષ પહેલાં ફારસી ભાષામાં લખાયેલાં કવયિત્રી ઝેબુન્નિસાના કાવ્યો ચાર સદી સુધી ગુમનામીમાં ડૂબેલાં રહ્યાં. એનો અંગ્રેજી અનુવાદ છેક 1913માં પ્રકાશિત થયો. આવા અલભ્ય સંગ્રહનો છંદોબદ્ધ અનુવાદ સૌ પ્રથમ મીનાક્ષી ચંદારાણાએ ગુજરાતીમાં કર્યો છે.

અતિ પ્રજ્ઞાવાન એવી ઝેબુન્નિસ્સાનું વાંચન ઘણું વ્યાપક હતું. પરંતુ પિતા ઔરંગઝેબ સાથેના મતભેદોને કારણે બાવીસ વર્ષની વયથી છેક મૃત્યુ સુધી ઝેબુન્નિસ્સાનું જીવન કેદમાં અને ગુમનામીમાં ગયું. પરંતુ એ જીવનભર લખતી રહી. ઝેબુન્નિસ્સા સૂફી કવિ છે. આ પુસ્તકનું મુખપૃષ્ઠ એક શહેજાદીને શોભે એવું આકર્ષક સોનેરી રંગમાં થયું છે. વળી અનુવાદક દ્વારા ઝેબુન્નિસ્સાના જીવનનો પરિચય અપાયો છે. દરેક કાવ્યને અંતે ક્યૂઆર કોડ આપવામાં આવ્યો છે જેને સ્કેન કરવાથી આ શાયરીઓનો અંગ્રેજી અનુવાદ વાંચી શકાય છે. ઇન્ટરનેટ પર ઝેબુન્નિસ્સાના ઉપલબ્ધ કેટલાક વિડિયોના ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે જેથી એ વિડીયો પણ જોઈ શકાય છે. ઝેબુન્નિસ્સાની શાયરીમાં આવતા પાત્રો અને સ્થળો વિશે માહિતી આપવામાં આવી છે. આમ લાહોર સ્થિત તેની મઝારના સ્થળ વિશે પણ જાણી/જોઈ શકાય છે.

અઢળક મહેનત આ પુસ્તકનાં પાને પાને દેખાઈ આવે છે. મીનાક્ષીબહેનને હૃદયપૂર્વક અભિનંદન અને સાયુજ્ય પ્રકાશનના આ પુસ્તકને સૌએ વધાવવા જેવું છે.    

10 Responses

  1. કાવ્ય અને અનુવાદ બન્ને ખુબ સરસ વરસો પહેલાં ના કાવ્યો પણ કાવ્યવિશ્ર્વ મા સ્થાન પામે છે તે આનંદ સાથે ગૌરવ ની વાત છે થેંક્સ કાવ્યવિશ્ર્વ

  2. Minal Oza says:

    અતિશય જહેમત ઉઠાવી આપણને ‘दिवान ऐ झेब्बुन्निसा ‘ નો પરિચય કરાવવા બદલ મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર.. સાયુજ્ય પ્રકાશનને પણ ધન્યવાદ.

  3. Varij Luhar says:

    વાહ.. કવ્ય.. અનુવાદ અને આસ્વાદ ખૂબ અભિનંદન

  4. ઉમેશ જોષી says:

    મીનાક્ષીબેન ચંદારાણાને અભિનંદન.

  5. Minaxi says:

    કાવ્યવિશ્વમાં ઝેબુન્નિસ્સાના અભિનંદનથી આનંદ… આનંદ.
    સૌ ભાવકોના પ્રતિભાવનો પણ ખૂબ ખૂબ આનંદ.
    આભાર લતાબેન, આભાર મિત્રો

  6. ગુલામ અબ્બાસ નાશાદ says:

    વાહ મીનાક્ષીબેન, સરાહનીય કાર્ય.અભિનંદન

  7. આવું સુંદર પુસ્તક આપવા બદલ આદરણીય કવિયત્રી મીનાક્ષી બહેનને ખૂબ અભિનંદન. ભૂતકાળ ખોદીને અમૂલ્ય ચરુ કાઢ્યો છે.

  8. RajulShah says:

    ઝેબુન્નિસ્સા જેવી ગુમનામીની ગર્તામાં જ ખોવાઈ ગયેલી કવયિત્રીની રચનાને પ્રકાશમાં આણવા માટે મીનાક્ષીબહેનને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: