કવિતા ભટ્ટ રાવલ

છે સવાલો ને, કશું પુછ્યું નથી,

મન હજી છે શાંત વૃણ ઉઠ્યું નથી,

હું અવાચક ક્યારની એ જોઉં છું,

પુષ્પ છોડીને ભમર ઉડ્યું નથી,

એમનો અધિકાર છે તો લઈ જશે,

એમ જાણી તૃણ પણ ચૂટ્યું નથી,

ને છતાં પણ ખાલી મારા ખોળિયે,

છે હૃદય બજરંગ કંઈ ખૂટ્યું નથી,

કંઈક ભાળીને અહીં તું રહી ગયું,

રેશમી જીવન તને લૂંટ્યું નથી,

~ કવિતા ભટ્ટ રાવલ ‘કાવ્યહાર્દ’

ત્રીજો શેર વધુ ગમ્યો…. લખતા રહો કવિ …..

4 Responses

  1. Varij Luhar says:

    કશું પૂછ્યું નથી… સરસ

  2. ઉમેશ જોષી says:

    ત્રીજો શેર વધુ ગમ્યો.

  3. આપનુ પ્રોત્સાહન નવોદિત કવિ ઓ માટે સંજીવની નુ કામ કરે છે સરસ રચના

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: