કવિતા શાહ ~ ઘટના

તમારી મને આ નિરખવાની ઘટના
છે કારણમાં મારા નિખરવાની ઘટના

અહીં માત્ર મારી પલળવાની ઘટના
તમારા હ્રદયમાં સળગવાની ઘટના.

પડે તાપ ત્યારે જનમવાની ઘટના
સ્મરણ છાંયડામાં વિહરવાની ઘટના.

સુહાની છે ઘટના થઈ સાંજ વેળા
તમે ગેરહાજર અખરવાની ઘટના.

તમારું સુણ્યું નામ રાતા થયા ગાલ
છુપાવ્યે છુપે નહિ હરખવાની ઘટના.

ભ્રમર ગીત ગાતા કળી ફૂલ બનતી
કે બનતી અજાયબ પમરવાની ઘટના.

બીજા પ્રજ્વલિત દીપનો થાય સંસર્ગ
ઘટે આપમેળે પ્રગટવાની ઘટના.

~ કવિતા શાહ

પ્રેમમાં જીવવાના આનંદની ઘટના….

*****

11 thoughts on “કવિતા શાહ ~ ઘટના”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ગુજરાતી અને હિંદીની બન્ને રચના ખૂબ ગમી… ગુજરાતી કાવ્ય જગત પર નવાં નવાં ચહેરાઓ ઊપસી રહ્યાં છે અને નવાં વિચારો અને કલ્પનો સાથે આવી રહ્યાં છે તેનો આનંદ છે…!
    અભિનંદન કવિતાબેનને તેમની કવિતા માટે….

  2. ગુજરાતી અને હિન્દી બન્ને ગઝલો સરસ છે.

  3. કવિતાબેન અમારી વડોદરામની બુધસભાનું ઘરેણું છે. સરસ ગઝલો લખે. પ્રસ્તુત ગઝલો એનો પૂરાવો છે. અભિનંદન બંને સર્જકોને.

  4. દિનેશ ડોંગરે નાદાન

    કવિતાબેન અમારી વડોદરામની બુધસભાનું ઘરેણું છે. સરસ ગઝલો લખે. પ્રસ્તુત ગઝલો એનો પૂરાવો છે. અભિનંદન બંને સર્જકોને.

  5. ચંદ્રશેખર પંડ્યા

    ખૂબ સુંદર કૃતિઓ!

  6. વાહ, બંને ગઝલો ખૂબ સુંદર. કવિચત્રી કવિતાજી ની લગભગ દરેક રચના ના ભાવ જૂદી જૂદી રીતે સરસ રીતે આલેખાચ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *