अमृता प्रीतम ~ मेरा पता : અનુવાદ નૂતન જાની * Nutan Jani
आज मैंने
अपने घर का नम्बर मिटाया है
और गली के माथे पर लगा
गली का नाम हटाया है
और हर सड़क की
दिशा का नाम पोंछ दिया है
पर अगर आपको मुझे ज़रूर पाना है
तो हर देश के, हर शहर की,
हर गली का द्वार खटखटाओ
यह एक शाप है, यह एक वर है
और जहाँ भी
आज़ाद रूह की झलक पड़े
— समझना वह मेरा घर है।
~ अमृता प्रीतम (१९१९-२००५)
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.
આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.
– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)
અમ્રુતાજી ના કાવ્ય નો સુંદર અનુવાદ આભાર લતાબેન
આભાર છબીલભાઈ.
સ્વતંત્ર મિજાજનો પડઘો
સરસ કાવ્યાનુવાદ….અભિનંદન