દિવ્યા મોદી ~ અમારી સફર

અમારી સફર ને તમારો તરાપો

જવું પાર સામે, તમે સાથ આપો!

મુહબ્બતમાં કીધી આ મબલખ કમાણી,

કદી ડૂસકાં તો કદી બસ ઝુરાપો!

અમારા હૃદય પર કરો ના પ્રહારો;

ભલે, ટુકડે-ટુકડે એને કાપો!

નથી કાંચળી કે ઉતારી શકું હું,

ડસે રોજ મનને વિચારોના સાપો!

અમારી ખુશીના બધા સ્પંદનોને,

તમે દર્દની માપપટ્ટીથી માપો!

અમે તો સદા આપની વાત માની,

તમે ના અમારી વિનંતી ઉથાપો!

દિવ્યા મોદી

આ ગઝલની શરૂઆત જ શાનદાર છે. કોઈ વિનંતી નહીં પણ સીધી માંગણી અને એટલા અધિકારથી કે કોઈ એને અસ્વીકારી ન શકે. સ્નેહના મૂળિયાં એટલા ઊંડા હોય ત્યારે જ આવું થઈ શકે. અલબત્ત પછીથી કાવ્યમાં પીડાના ભાવો અવતરે છે… તોય એમાં મત્લાના શેરની અસર જાય નહીં. ક્યાંય આયાસ ન લાગે એવા મજાના કાફિયા, એ છોગામાં.. 

27.1.21

કિશોર બારોટ

13-04-2021

સુંદર ગઝલ
અભિનંદન ?

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રી દિવ્યાજીની ગઝલનો મત્લા ઉઘાડ સરસ. એમની ફેસબુકની પોસ્ટ પણ સરસ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: