વિવેક ટેલર ~ આમ રેઢી ન મેલ * Vivek Tailor

આમ ન રેઢી મેલ,
ગીતની જેમ જ આવી ગઈ છું, પોંખ, ના તું હડસેલ.

વૃંદાવનની કુંજગલીમાં કર્ફ્યુ થયો છે અમલી,
કાયા છોડી પ્રાણ ગયા છે, ફરકે ના એક ચકલી;
સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?
ધીમે ધીમે તો પણ પગલી ભરી રહી આ પગલી,
છો ના આવ્યો તું, હું આવી, દુનિયા આઘી ઠેલ.
આમ ન રેઢી મેલ.

હશે ભલે, હું બોલી ગઈ કંઈ, એમાં તે શું આમ
સંગોપી લઈ સરસામગ્રી, કીધા નવા મુકામ?
હું રુઠું એ ઠીક પણ લાગે, તું રીસે ઘનશ્યામ?
સૉરી કહું છું, મન મોટું કર, મોટું છે તુજ નામ.
સાથ જ ગોકુળ, સાથ દ્વારિકા, સમજ જરા, વંઠેલ!
આમ ન રેઢી મેલ. 

~ વિવેક ટેલર

રિસાયેલી રાધા, (નામ કોઈ પણ હોય શું ફરક પડે છે !) જેને ઘનશ્યામ કહીને પોકારે છે, કહે છે કે ‘મોટું છે તુજ નામ’, અરે, ગોકુળ દ્વારિકાના સંદર્ભ પણ ટાંકે છે (કદાચ કાનો ભૂલી ગયો હોય તો !) – એને જ, હા, એને જ ‘વંઠેલ’ કહીને સંબોધી શકે એ છે પ્રેમનું વિશ્વ ! આવા પ્રેમની ડિક્ષનરીમાં ‘સ્વમાન’ જેવો કોઈ શબ્દ જ ન હોય,  ત્યારે તો એ પોતાની જાત માટે પણ કહી શકે ને ‘ના તું હડસેલ’…. 

25.2.21

***

કીર્તિ શાહ

13-04-2021

સનાટા નો ગોવર્ધન પડ્યો છે તારી ટચલી કયાં છે ….ખૂબ બહોત ખૂબ

Purushottam Mevada Saaj

13-04-2021

શું કહું? વિવેક ટેલર, અશોક ચાવડા અને યામિની વ્યાસ જેવા હોનહાર કવિઓ ની ગઝલો, ગીત વારંવાર વાંચી આનંદ થયો. સરસ સંપાદન.

રન્નાદે શાહ

05-06-2022

વાહ…વાહ…
ગીતનો ઉપાડ જ મઝાનો છે.ગીતની જેમ જ આવી ગઈ છું….કયા બાત…આમ ન રેઢી મેલ…અભિનંદન કવિ…

દીપકભાઈ કે. ગોહેલ.

29-05-2022

દીપકભાઈ કે. ગોહેલ.
૨૯/૦૫/૨૦૨૨
ખૂબ જ સરસ રચના વિવેક ભાઈ.

ઉમેશ જોષી અમરેલી

29-05-2022

કવિ વિવેક ટેલર ની રચના ખૂબજ સરસ.
અભિનંદન..

છબીલભાઈ ત્રિવેદી

29-05-2022

વિવેક ટેલર નુ ખુબ સરસ ગીત આભાર લતાબેન

Vivek Tailor

29-05-2022

ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: