જયશ્રી મહેતા ~ રેતીમાં પગલાંની

રેતીમાં પગલાંની ઊડે સુગંધ

ને આયનામાં તારી હથેળીઓ

કાનમાં ગૂંજે છે તારા અવાજ

જાણે બોલે છે કોઇ કલકલિયો…..

ટપટપ પગલીએ દોડે આ ઘર આખું

લીંપણની ભીની ઓકળીઓ

કલરવની ડાળ પર બેઠી કોયલડી

ખંખેરી નાખી બધી સળીઓ……….

હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતી

દરિયો પકડતી હાથમાં

માતાના પાલવમાં સંતાતી ફરતી

મેળો મલકનો જાણે મળિયો………

~ જયશ્રી મહેતા

દીકરીને બચાવવાના અભિયાનો ચાલી રહ્યાં છે, પુત્રીને વધાવવાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે એના માટે જ આ એક ગીત. અલબત્ત આ કવયિત્રીએ તો હરખાઈને પોતાની દીકરી માટે આ કવિતા રચી હોય એમ સ્પષ્ટ વરતાય છે. કોઈ અભિયાનની આમાં જરાય ગંધ નથી.

દીકરી સાસરે જાય તો પણ એ જીવનભર પોતાના માબાપ સાથે બંધાયેલી રહે છે. પોતાના સંતાનની માતા બનેલી દીકરી પણ જ્યારે માબાપ પાસે આવે ત્યારે નાની બની જાય છે. દીકરી ઘણીવાર બાપની વધુ નજીક હોય છે. આથમતા દિવસોમાં દીકરીનું અજવાળું હૈયે હાશ પૂરે છે. આટલું જેની સંવેદના અનુભવી શકે એ ગર્ભમાં ઓલાવી દેવાતા દીકરીના દીવા પ્રત્યે કાળી વેદના અનુભવી શકે. કવિતા ભલે કવયિત્રીની અંગત ખુશીની પળોને પાથરતી હોય પણ આ સંવેદના સમાજને અજવાળે છે…  

11.5.21

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-05-2021

વાહ! ખૂબ સરસ અભિવ્યક્તિ.

Anju Kansara

11-05-2021

Khub sundar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: