Tagged: દીકરી

જયશ્રી મહેતા ~ રેતીમાં પગલાંની

રેતીમાં પગલાંની ઊડે સુગંધ ને આયનામાં તારી હથેળીઓ કાનમાં ગૂંજે છે તારા અવાજ જાણે બોલે છે કોઇ કલકલિયો….. ટપટપ પગલીએ દોડે આ ઘર આખું લીંપણની ભીની ઓકળીઓ કલરવની ડાળ પર બેઠી કોયલડી ખંખેરી નાખી બધી સળીઓ………. હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતી...

મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...

મનોહર ત્રિવેદી ~ ઊડી ઊડી * Manohar Trivedi

ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી ઊડી ઊડી એક ચરકલડી ઊડીને પછવાડે ઉડયું આ આંગણુંએના હરિયાળા આ પગલાની ભાતે તોઆજ લગી રાખ્યું રળિયામણું…. સીમેથી આવેલી કિરણોની પોટલીનેખોલે હળવેથી મોં સૂઝણે  કોઈ સવાર એના કલરવમાં ન્હાય કદીઘરને ઘેર્યું ‘તું એના...

એષા દાદાવાળા ~ ડેથ સર્ટિફિકેટ 

ડેથ સર્ટિફિકેટ ~ એષા દાદાવાળા પ્રિય દિકરા,યાદ છે તને?તું નાની હતી અને આપણે પાના રમતા,તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,તું મારા હાથમાં મુકી દેતી,અને ત્યારે મને...

અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ

સમી સાંજનો ઢોલ ~ અનિલ જોશી સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે જાન...