એષા દાદાવાળા ~ ડેથ સર્ટિફિકેટ

ડેથ સર્ટિફિકેટ 

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

એષા દાદાવાળા

સામાન્ય વાતમાં વિચારતાં કરી મૂકે, આંચકો આપે કે વિસ્મિત કરી મૂકે એમ કવિતામાં કહેવાની એષા દાદાવાળા પાસે અદભૂત કળા છે. એમના તમામ અછાંદસ આ વાત સિદ્ધ કરે છે.

OP 19.4.22

છબીલભાઈ ત્રિવેદી

19-04-2022

આજનુ અેષા દાદાવાળા નુ અછાંદસ કાવ્ય ખુબજ ગમ્યું અેક બાપ ની વેદના ની પરાકાષ્ઠા જયારે ડેથ સર્ટિફિકેટ સાચવવા ની વાત આવે ત્યારે છે ખુબ સરસ રચના આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *