હાલરડું ~ તારે પારણે

તારે પારણે – હાલરડું

તારે પારણે પોપટ બોલે છે,
તારે ઘોડીએ મોરલા ડોલે છે;
સૂઈ રો’ ને કાન !
⁠હાલરડાં હુલરાવે જશોદા માવડી !

તારે હાલરડે હીરની દોરી
તુંને હુલરાવે જશોદા ગોરી;
⁠સૂઈ રો’ ને કાન. – હાલરડાં…. 

કાના, કામ કરું કે તુજને તેડું !
મારે જાવું છે જળ જમના બેડું;
⁠સૂઈ જાવ ને કાન. – હાલરડાં…. 

કાના, બારણે તે બોલે બાઘડિયા,
તારે પારણે ઘૂમે રસ મોરલિયા;
⁠સૂઈ જાવ ને કાન. – હાલરડાં….

કાને વાછરું વાળ્યાં ને ગાવ દોવડલી,
ગોપી મહી રે થોડાં ને છાશ આવડલી,
⁠સૂઈ જાવ ને કાન. –  હાલરડાં…. 

મારે જાવું છે નરસૈ મે’તાને બારણીએ,
પ્રભુ આવી ઊભા મારે પારણીએ;
⁠સૂઈ જાવ ને કાન. –  હાલરડાં…. 

OP 18.4.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *