રશીદ મીર ~ સરનામું

પૂછી બેઠા વ્યથાનું સરનામું;
હોય જાણે મજાનું સરનામું.

ઉમ્રભર શોધતાં જ રહેવાનું;
ને મળે ના કશાનું સરનામું.

જેમની આંખ પાણી પાણી છે;
એય પૂછે ઘટાનું સરનામું.

મારી દીવાનગી સલામત હો;
હોય છે ક્યાં કશાનું સરનામું.

આપણે ગૂમ થૈ ગયા એવા;
એક પૂછે બીજાનું સરનામું.

આપણે ગામેગામ ફરવાનું;
કોણ રાખે સદાનું સરનામું.

આપણે પણ જવાનું છોડીને;
‘મીર’ પાછળ બધાંનું સરનામું.

– ડૉ. રશીદ મીર

સૌએ સ્વજનોના સરનામા છોડીને એક દિવસ જવાનું જ છે પણ આમ આટલી ઝડપથી એક પછી એકની વિદાય વસમી પડે છે અને વંદનથી વિશેષ કશું જ થઈ શકતું નથી. 

12.5.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-05-2021

“એક માળીની કબર સામે હવે,
ફૂલના રુદન તણું ઝાકળ હશે. – ‘સાજ’
ખૂબજ દૃ:ખદ.
મારા ગુરુ, અને મિત્ર પણ એવા, બુધ સભાના કન્વીનર, જેમણે એમના ‘ધબક’ ત્રેમાસિકમાં મારી ગઝલોને પ્રકાશિત કરી કવિ બનાવ્યો એવા સહ્રદયી માનવી જનાબ ડો. રશીદ મીર સાહેબની ખોટ જીવનભર સાલશે. અલ્લાહ એમને બાઈજ્જત મગફિરત કરે. આમીન.

વિવેક ટેલર

12-05-2021

સરસ ગઝલ…

કવિને શ્રદ્ધાંજલિ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: