તુષાર શુક્લ ~ પ્રેમ * Tushar Shukla

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે,

તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ….

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;

એમ પૂછીને થાય નહીં પ્રેમ…..

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;

એમ પૂછીને થાય નહીં પ્રેમ…..

– તુષાર શુક્લ

એકદમ સરળ એટલું જ અદભૂત અને અત્યંત હૃદયસ્પર્શી આ ગીત વિશે કશું જ લખી શકાય નહીં… યુવાન જ નહીં પ્રૌઢો પણ ઝૂમી ઊઠે એવા શબ્દો અને શ્રી શ્યામલ મુનશીનું ગાન..

29.6.21

કાવ્ય : તુષાર શુક્લ સ્વરકાર-ગાયક : શ્યામલ મુનશી

*****

Sarla Sutaria

30-06-2021

સુંદર મજાનું ગીત ???

પ્રફુલ્લ પંડ્યા

29-06-2021

કવિશ્રી તુષાર શુક્લને જન્મદિવસની શુભકામનાઓ સાથે સુંદર ગીત અને શ્યામલ મુનશી દ્વારા સુંદર ગાન !
” કાવ્ય વિશ્વ”એટલે રોજેરોજની મહેફિલ !
પ્રફુલ્લ પંડ્યા

શૈલેષ પંડયા નિશેષ

29-06-2021

વાહ ખુબ સરસ… મારું ફેવરીટ… એટલે જ મને કાવ્ય વિશ્વ ગમે છે…. આપ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો… લતાબેન..

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

29-06-2021

ખૂબ જાણીતું, માનીતું અને મનગમતું કવિ તુષારભાઈનું ગીત, સવાર સુધારી દીધી.

Pranav thaker

29-06-2021

સરસ…. ખૂબ જાણીતું??

સિકંદર મુલતાની

29-06-2021

કવિ શ્રી તુષાર શુક્લનું ખૂબજ વિખ્યાત ગીત અને શ્યામલ મુનશીનું અદભુત સ્વરાન્કન.. વાહ..
કવિ શ્રીને જન્મદિવસની મુબારકબાદ..????

Varij Luhar

29-06-2021

કવિશ્રી તુષાર શુક્લ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
તેઓની ખૂબ જ જાણીતી રચના માણવા મળી તેનો આનંદ

છબીલભાઈ ત્રિવેદી

29-06-2021

સંચય વિભાગમાં ચિનુ મોદી સાહેબ ની યાદગાર તસ્વીર ખુબ નાની ઉમર ની અદભૂત

છબીલભાઈ ત્રિવેદી

29-06-2021

ગુજરાતી ભાષા ના દિગ્ગજ કવિ શ્રી તુષાર શુક્લ ની ખુબજ જાણીતી રચના અેના વિષે તો શુ લખી શકાય પણ તેને માણી શકાય ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: