ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ Purushottam Mevada

મૌનમાં કાયમ રહે એ શક્ય છે

લાગણી મોઘમ રહે એ શક્ય છે.

ના મિલાવો આંખ સાથે આંખને

ચેપનું જોખમ રહે એ શક્ય છે.

ફૂલ આપો પ્રેમથી જો કોઈને

હાથમાં ફોરમ રહે એ શક્ય છે.

પાનખર તો આવશે ને જાય પણ

વૃક્ષ લીલુંછમ રહે એ શક્ય છે.

‘સાજ’ની આ જિંદગી તો ખેલ છે

દાવમાં અણનમ રહે એ શક્ય છે.

– ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’

મૌનમાં કાયમ રહે એ શક્ય છે, લાગણી મોઘમ રહે એ શક્ય છે.’ આવું અનુભવનાર એક આખી પેઢી પૂરી થવા આવી એમ કહી શકાય. ‘આજે પ્રેમ અને કાલે બ્રેકઅપ’વાળી વાસ્તવિકતામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અલબત્ત સિક્કાના બેય પાસાં યાદ રાખવા પડે. બીજો શેર અલબત્ત સરસ જ થયો છે પણ કલ્પન ચોખ્ખું કહી જાય છે કે કવિ ડોકટર છે ! અને ફરી શક્યતાઓની સફર ચાલે છે….

કાવ્ય રચવાના દાવમાં કવિ અણનમ રહે એ જ શુભેચ્છાઓ.   

કવિનો કાવ્યસંગ્રહ – ‘મઝધાર’

10.7.21

***

આભાર સૌનો

10-07-2021

આભાર દિનેશભાઇ, છબીલભાઈ, સિકન્દરભાઈ, વારિજભાઈ અને મેવાડાજી…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

10.7.21

દિનેશ ડોંગરે નાદાન

10-07-2021

મેવાડા સાહેબની રચનાઓ હું નિયમિત બુધસભામાં સાંભળું છું અને જરૂર જણાય ત્યાં સૂચન પણ કરું છું. સાલસ અને સરળ વ્યક્તિત્વના સ્વામિ આ સર્જકની આજે જન્મતિથિ છે. હું એમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આજની એમની સુંદર રચનાને કાવ્ય વિશ્વમાં યોગ્ય સમયે સ્થાન આપવા માટે લતાબેન ને પણ અભિનંદન પાઠવું. ખૂબ સુંદર કામ કરી રહ્યા છો આપ. ઈશ્વર આપને બળ આપે એવી હાર્દિક શુભેચ્છાઓ.

છબીલભાઈ ત્રિવેદી

10-07-2021

આજનુ મેવાડા સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું આપે આપેલો કાવ્ય સાર પણ અેટલોજ સરસ જુની અને નવી પેઢી નો સેતુ સારા કાવ્યો બની શકે તેવુ મારૂ માનવુ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સિકંદર મુલતાની

10-07-2021

વાહ.. સરસ ગઝલ..!!

Varij Luhar

10-07-2021

ડો.. પુરુષોત્તમ મેવાડા નું કાવ્ય અને આસ્વાદ ખૂબ ગમ્યા

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

10-07-2021

માનનીય લતાજી, આપનો ખૂબ આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: