પ્રફુલ્લ રાવલ ~ મારી આહ

તોય જરાય ન ભીંજાવાયું

એમ તો પડ્યો તો મૂશળધાર વરસાદ કલાકો સુધી

આવું બન્યું છે, બનતું રહે છે આજેયે અવારનવાર

બારીમાંથી દેખાતું આકાશ

છે એવું નથી એ કોણ માનશે ?

કોણ માનશે મારી હથેળીની રેખાઓ ભૂંસાવા માંડી છે

ને ટેરવાં સ્પર્શની ભાષા ભૂલી ગયા છે

વળી શબ્દો જાણે મારી રહ્યા છે ડંખ

કોણ માનશે મારી આંખમાં હું આથમી ગયો છું !

કોણ માનશે પવન તો થયો છે અનુકૂળ ઘણી વાર

તોય ક્યાંય જવાયું નથી, તસુયે ખસાયું નથી

છતાં માઈલોના માઈલ પહોંચી ગઈ છે

મારી આહ !

– પ્રફુલ્લ રાવલ

આવો સમય અનુભવાતો હશે ! કે જ્યારે વરસાદ ભીંજવે નહીં ! ટેરવાં રણઝણે નહીં ! હથેળીની રેખાઓ અદૃશ્ય થતી અનુભવાય ! બારીમાંથી દેખાતું આકાશ ખોવાતું જાય ! અરે, પોતાની જ આંખમાં આથમી જવું એટલે શું ? પાસેનું કશુંય પાસે ન હોય અને છતાંય નિશ્વાસો દૂર ને દૂર સુધી !

આથમવું એ ફરી ઉગવાનો સંદેશ હોય તોયે આ ગૂંગળાવી મૂકતો અનુભવ છે ! ને યાદ આવે રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

6.8.21

***

આપનો આભાર

08-08-2021

આભાર લલિતભાઈ, વારિજભાઈ, છબીલભાઈ, વિવેકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

લલિત ત્રિવેદી

08-08-2021

સરસ કાવ્ય

છબીલભાઈ ત્રિવેદી

06-08-2021

આજનુ પ્રફુલ્લ રાવલ નુ કાવ્ય ખુબજ સરસ અેક અેવો સમય દરેક ના જીવન મા આવેજ છે જે કવિ અે પોતાના કાવ્ય મા રજુ કર્યો છે કવિ દાદ બાપુ એ ઉંબરા ને ડુંગરા ની ઉપમા આપી છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

06-08-2021

વાહ. સરસ કાવ્ય

Vivek Tailor

06-08-2021

સરસ રચના

1 Response

  1. રસિક દવે says:

    ખૂબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: