હરીશ ઠક્કર ~ હર વખત

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.

માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

– હરીશ ઠક્કર

‘મુશ્કેલ છે’ રદ્દીફ સાથેની સરળ અને મનમાં તરત સ્થાન જમાવી લે એવી ગઝલ.

જીવનમાં કશું મુશ્કેલ નથી એ સુવાક્ય સારું લાગે, ઉપયોગી પણ ખરું ! પણ એ શક્ય છે ખરું ? મોત સામે આવે ત્યારે છટકવું શક્ય છે ? મનને સતત રાજી રાખવું કે જેણે આઘાત પહોંચાડ્યો એને તરત માફ કરી દેવું શક્ય છે ? ‘દિલ દુભવનારને માફ કરતાં થોડી વાર તો લાગે ને !’

દરેક શેર દમદાર પણ આ ત્રીજો શેર વધુ સ્પર્શી ગયો… 

7.8.21

***

Vivek Tailor

11-08-2021

ઉત્તમ ગઝલ

આપનો આભાર

08-08-2021

આભાર લલિતભાઈ, સિકંદરભાઈ, છબીલભાઈ, વારિજભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

લલિત ત્રિવેદી

08-08-2021

વાહ વાહ… સરસ ગઝલ

સિકંદર મુલતાની

07-08-2021

વાહ.. બહોતખૂબ!!

છબીલભાઈ ત્રિવેદી

07-08-2021

આજનુ હરીશ ઠક્કર સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ સરસ આપે કહ્યું તેમ ત્રિજો શેર કાબીલે દાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

07-08-2021

વાહ વાહ.. એક સારા અભ્યાસુ કવિશ્રી હરીશભાઈ ની સરસ ગઝલ
માણવા મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: