હરિકૃષ્ણ પાઠક ~ જળમાં લખવાં નામ * Harikrushna Pathak

ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.

તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ. 

– હરિકૃષ્ણ પાઠક

સર્જનપ્રક્રિયા કંઈક અંશે આવી જ છે, જળમાં ચિત્ર કરવા જેવી. કવિ કહે છે એમ ‘જળમાં લખવા નામ’ આગળ કવિ એમ પણ કહે છે, ‘રથ અરથના અડધે તૂટે, ઠરવા નહીં કોઈ ઠામ’

કવિની ઓળખ બની ગયેલું આ ગીત સંકેતાર્થોથી ભરપૂર છે. શબ્દે શબ્દે જાણે કવિની નમ્રતા નીતરે છે….  કવિના જન્મદિવસે વંદન સહ….

5.8.21

***

લલિત ત્રિવેદી

08-08-2021

અદભુત ગીત

આભાર આપનો

06-08-2021

આભાર છબીલભાઈ, વારિજભાઈ, વિવેકભાઇ, મેવાડાજી અને લલિતભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

06-08-2021

કવિ શ્રી હરિ ક્રુષ્ણ પાઠક સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું આજે તેમના જન્મદિવસની શુભકામના રૂપે ખુબ અદભુત કાવ્ય માણવા મળ્યુ તેનો ખુબ આનંદ છે પાઠક સાહેબ ને નરસિંહ અવોર્ડ મળ્યો ત્યારે પ્રત્યક્ષ સાંભળવા નો લ્હાવો મળેલો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

06-08-2021

રાખવા દોર ને દમામ… વાહ

Vivek Tailor

06-08-2021

સરસ રચના છે.

લય પ્રવાહી થયો નથી જો કે

Varij Luhar

05-08-2021

ખૂબ સરસ રચના..પાઠક સાહેબ ને વંદન

ડો. પુરષોત્તમ મેવાડા, સાજ

05-08-2021

વંદન કવિશ્રી હરિકૃષ્ણ પાઠકને. વાહ, જળ પર નામ લખી શકવાની ક્ષમતા કેળવવી અને પુરવાર કરવાની ત્રેવડ કોઈ આપ જેવા કવિમાં જ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: