રાવજી પટેલ ~ મારી આંખે * Ravji Patel
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
અકાળે આથમેલો સૂરજ એટલે કવિ રાવજી પટેલ. કવિના આ ગીતથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતાનો ભાવક અજાણ હોય એવું ન બને અને જો બને તો એણે સાહિત્ય-કવિતાનું નામ લેવાનું છોડી દેવું જોઈએ. કવિએ દેહ ભલે છોડી દીધો પણ એમની આ કવિતા ગુજરાતી સાહિત્યની અમર રચના બની ગઈ છે.
10.8.21
કાવ્ય : રાવજી પટેલ સ્વર : ભુપીન્દર
***
છબીલભાઈ ત્રિવેદી
11-08-2021
કવિ શ્રી રાવજી પટેલની અમર ક્રુતિ આવી રચના ઓ કયારેક જ લખાતી હોય છે કવિ સદેહે ભલે હાજર નથી પણ શબ્દ દેહેઆપણી વચ્ચે હાજર જ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Vivek Tailor
11-08-2021
ટાઇમલેસ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
10-08-2021
આ પહેલી વાર વાંચી ત્યારે વેદના સમજાઈ, પણ જેમ સમય જાય છે એમ આખું ભાવ ચિત્ર આંખ સામે આવી જાય છે.
મણિલાલ હ. પટેલ
10-08-2021
સરસ અંકો થઈ રહ્યા છે.
પ્રતિભાવો