ભાસ્કર વોરા ~ તારે રે દરબાર

તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?

વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…

તારે રે દરબાર!

સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!….

તારે રે દરબાર! 

– ભાસ્કર વોરા 

કાવ્યપ્રેમીઓ અને સંગીતપ્રેમીઓએ આ ગીત ન સાંભળ્યુ હોય એવું બને ? ન બને. આ શબ્દો સાંભળતાં જ સ્વરો મનમાં રેલાવા માંડે છે….

આ લિન્ક પર સાંભળી શકશો 

સ્વર : ગાર્ગી વોરા  સ્વરકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

12.8.21

***

Vivek Tailor

13-08-2021

સુંદર ગીત
અદભુત ગાયકી

રેખાબેન ભટ્ટ

13-08-2021

સાચેજ પ્રકૃતિનો મેઘ મલ્હાર.!

છબીલભાઈ ત્રિવેદી

13-08-2021

આજનુ ભાસ્કર વોરા સાહેબ ની ખુબજ જાણીતી રચના આનંદ આવી ગયો વાહ આવી રચના તો માણવા ની હોય કવિ ને અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-08-2021

વાહ, સરસ ગીત, અને ગાયકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: