ભાસ્કર વોરા ~ તારે રે દરબાર

તારે રે દરબાર મેઘારાણા!કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર? વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!… તારે રે દરબાર! સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!…. તારે રે...