મનોજ જોશી ‘મન’ ~ દાઢીએ લટકે * Manoj Joshi
કોરોના કાવ્ય
દાઢીએ લટકે છે mask,
હવે દાઢીએ લટકે છે mask!
બે ગજની દૂરી! ક્યાં છે જરૂરી? એ વાર્તા તો થઈ ગઈ છે પૂરી!
Vaccineમાં શ્રદ્ધા રાખી ના સ્હેજે કે જલ્સામાં ના કૈં સબૂરી !
કપમાં જરાક લઈ પીવાના જલ્સાનો મોંએ માંડ્યો છે સીધો flask !
દાઢીએ લટકે છે mask !
હવે દાઢીએ લટકે છે mask !
હાથમાંથી છૂટી ગ્યા સાબુ બધાંય ને Sanitizerનાં છેલ્લા છે શ્વાસ !
Fifty ml હવે મહિનો દિ’ ચાલતું ને ઉપરથી તહેવાર તણો ત્રાસ !
હૈયું દળાય એવી મેદનીને સોંપ્યું છે, ત્રીજી લહેર પાછી લાવવાનું task !
દાઢીએ લટકે છે mask !
હવે દાઢીએ લટકે છે mask.
– ડૉ.મનોજ જોશી ‘મન’
ભરપૂર સચ્ચાઈ છે, ગંભીર થવું જ જોઈએ પણ હવે એ આપણાં કંટ્રોલ બહાર છે તો પછી ખડખડાટ હસી જ લઈએ ને ! આમેય ધાર્યું ધણીનું જ થાય છે ! આપણે તો પામર જંતુ !
10.9.21
***
Sarla Sutaria
11-09-2021
એકદમ વાસ્તવિકતા બયાન કરી છે જોશી સાહેબે. લોકોને જાણે કે ત્રીજી લહેરનો ભય જ રહ્યો નથી.
છબીલભાઈ ત્રિવેદી
11-09-2021
આજનુ મનોજ જોશી સાહેબ નુ કાવ્ય ખુબજ સચ્ચાઈ બતાવે છે માણસો બેફામ હરે ફરે છે જરાપણ ગંભીરતા નથી બેવરસ થી દબાયેલી સ્પ્રિંગ હવે બમણા વેગ થી ઉછળે છે ધાર્યું તો હમેશા ધણી નુ જ થતુ હોય છે આભાર લતાબેન
દિનેશ ડોંગરે નાદાન
11-09-2021
મનોજ ગઝલકાર તરીકે પ્રસિદ્ધ છે પણ એ સારો ગીતકાર હોવાનું ઉદાહરણ આ ગીત છે. અભિનંદન મિત્ર
Varij Luhar
11-09-2021
વાહ રાહી સાહેબ.. ખૂબ સરસ ગઝલ
મયૂર કોલડિયા
10-09-2021
સાંપ્રત સમયને અનુરૂપ સુંદર ગીત
પ્રતિભાવો