ગાયત્રી ભટ્ટ – હરખની હેલી ગુજરાતણ * Gayatri Bhatt

ગાયત્રી ભટ્ટ ~ હરખની હેલી ગુજરાતણ

ઢોલ બજે ને ઝાંઝરીયામાં ઝીલી ન જાતી ભરતી
હું તો હરખની હેલી ગુજરાતણ…
રગરગમાં રમઝટ ઉપડે ને ચપટી ચાલે તરતી
હું તો હરખની હેલી ગુજરાતણ…..

નાના સરખા ઘડુલિયાની ફરતે ઝીણા છેદ કરાવું
ભરમ ભીતરના ભેદું છેદું, દીવડો નાનકડો પેટાવું
ઉજળા આંગણિયાંને  લીપી, કંકુ કામણ કરતી
હું તો હરખની હેલી ગુજરાતણ….

ડાબે જમણે લાભ શુભની રાતી રાતી ભાત પુરાવું
ફરતે એની સ્વસ્તિક દોરી, ચોખા ને કંકુ છંટાવું
ફુલગુલાબી વેણી પહેરી અંગ અંગ ફોરમતી
હું તો હરખની હેલી ગુજરાતણ….

ઘડીક ગરબો માથે રાખું, ત્યાં તો ઊભી ઘુમવા લાગું
એનઘેન અંધારાં વચ્ચે, અજવાળું ઉજવવા લાગું
આખા આ બ્રહ્માંડને જાણે, અધ્ધર પધ્ધર ધરતી
હું તો હરખની હેલી ગુજરાતણ… 

જણસને બદલે છૂંદી છૂંદણાં, ઘટને મેં ઘાટીલા કીધા
કો’ક મલકના ખૂંદી  ખૂંદણાં, ઠેકા હેત ભરીને લીધા
હીંચ લઈને તાલી દઈને હોંશે હરતી ફરતી
હું તો હરખની હેલી ગુજરાતણ .

~ ગાયત્રી ભટ્ટ

ગરબા વિશે કશું લખવાની જરૂર ન હોય અને એમાંય જ્યારે આપણાં નીવડેલાં કવયિત્રી ગાયત્રી ભટ્ટનો ગરબો હોય ! એમાં સ્તુતિ તો હોય જ, ગરબા પરંપરા પણ વણાયેલી હોય પરંતુ એ સરસ કવિતા પણ સિદ્ધ થતી હોય ! જુઓ આ પંક્તિ

ભરમ ભીતરના ભેદું છેદું , દીવડો નાનકડો પેટાવું ….

ઉપરના ગરબાની સાથે આટલું વિશેષ..

નીચેની લિન્કમાં આપણો પ્રાચીન બેઠો ગરબો હિરવા અને શ્રેષ્ઠા નાણાવટી ગાય છે ત્યારે આ બંને બહેનોની માત્ર ગાયકી જ નહીં, આટલી યુવાન વયે આપણાં વારસના જતન માટેની તેમની ચીવટ સલામને પાત્ર છે.

મૂળ પોસ્ટીંગ 24.10.2020

Urja Anand Dhamelia

25-10-2020

Dear heer-shree,
Khoob Anand thayo .. bau j sunder garbo ane gayiki …

Lata ben ne pan 🙏🏻

Shraddha Rawal

24-10-2020

Khoobj saras

Hirwa Nanavaty

24-10-2020

Wah… Thank you so much🙏❤

Neesha Nanavaty

24-10-2020

વાહ વાહ, લતાબેન !

Vipul Acharya

24-10-2020

Very nice.Initiative Lataben.

Geeta Panchal

24-10-2020

પ્રાચીન ગરબા ની મજા કંઇ ઓર જ છે

આજે સાંભળો બે યુવા અને તરોતાજા અવાજોમાંથી ગુંજતું સંગીત – હિરવા અને શ્રેષ્ઠા નાણાવટી  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: