મનોજ ખંડેરિયા ~ પકડો કલમ ને * Manoj Khanderiya

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને : મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

મનોજ ખંડેરિયા

જૂનાગઢના કવિને નરસિંહ મહેતા તો નસ નસમાં ભર્યા હોય ! ભાવકજનોના હૈયે વસેલી આ ગઝલ વિશે કશું પણ કહેવાને આ કલમ સમર્થ નથી…. વાંચતાં જ આંખ આખેઆખી ઠરે છે ! ગઝલના એક એક શેર એવો દિવો લઈને આવે છે કે મનને અજવાળાં ઘેરી વળે છે.

27.10.21

***

સાજ મેવાડા

28-10-2021

આદરણીય કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ ગઝલ મારી ગમતી ગઝલ છે, વધારે શું કહેવું?

છબીલભાઈ ત્રિવેદી

27-10-2021

નરસૈયો તો જુનાગઢ નો પ્રાણ છે કવિ ની અન્ય એક કવિતા તળેટી મા જાતા કયાક લાગ્યા કરે છે અને કરતાલ હજી કયાક વાગ્યા કરે છે પ્રણામ

Varij Luhar

27-10-2021

ગરવીલા કવિશ્રી મનોજ ખંડેરિયા ની શબ્દ ચેતનાને વંદન

Kirti Sha

27-10-2021

Lovely and lively Gazal A rare poem .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: